Skip to main content

Posts

rakhdunomad

ગીરની વાતો - ૧

  ગીરની વાતો -૧ •••••••••••• વાત એ સમયની છે, જ્યારે હું મારાં ભેરુડાંઓ સાથે ગીરના એક નેહડાનો મહેમાન થયેલો. એ દિવસ કયો હતો એ વાત જવા દો. પણ એ કઈ રાત હતી તે મને બરાબર યાદ છે. એ ઠેકાણે એક રાત રોકાઈને મેં જે જંગલની, પહુડા ને જનાવરોની ને વળી ડાલામથ્થા હ઼ાવજોની કથાઓ સાંભળી છે તેમાંથી એક જંગલકથાએ મારા મન-હ્રદય પર અજબની છાપ છોડી છે. હા, તે આ લો, જાણે ક્યારેય સવાર ના પડવાની હોય એવી એ રાતની ચોપાટ અત્યારે આપ સહુ પાસે માંડું છું. : ગીરના તુલશીશ્યામથી ઘણે અંદરગાળે એક નેસ(નામ નહીં કહું)ની હદમાં અમે પહોંચ્યા ત્યારે કાળી રાત એની બધી જ નમણાશ લઈને ઊતરી ચૂકેલી. 'રાત' શબદ નારીવાચક શું કામ છે તે એ રાતે જ મને બરાબર સમજાવી દીધેલું. હતી રાત અને એમાંય વળી ધીમી ધારનો વરસાદ ચાલુ હતો. અમે નેહડાના મે'માન હતાં એટલે ઘણે આગળ જંગલખાતાએ ઝીણી આંખો કરીને એ તપાસી લીધેલું કે, 'અમારાથી ગીરને નુકસાન નહીં થાય'. મારો શ્વાસ હેઠો બેઠો કે, હાશ હવે ગીરની રાત છે ને અમે છીએ. ગાડીની હેડ લાઈટના અજવાળા સિવાય બીજે બધે અંધારાની દે'માર હતી. સાઈડ ગ્લાસમાંથી નજર માંડતો હતો તો ક્યાંક, ક્યારેક તણખા ઊડતા હોય એવું કળાતું

Latest Posts

સાઈકલ તો ચલતી ભલી...પાંજો કચ્છ!